How To Make Money Online: ઘરે બેઠા પૈસા કઈ રીતે કમાઈ શકીએ!


How to make money online
How To Make Money Online

નમસ્કાર મિત્રો,

આજનાં આર્ટિકલ મા આપણે જોવાનું છે કે આપણે ઘરે બેઠા બેઠા પૈસા કઈ રીતે કમાઈ શકીએ (How To Make Money Online) એ પણ ઓનલાઇન અને ખૂબ જ ઓછી મહેનતે તો જો તમારે જાણવું હોય તો આ બ્લોગ ને સંપૂર્ણ વાંચવા વિનંતી.


મિત્રો હાલનાં સમયમાં લોકો એક ઇન્કમ પર રહેતાં નથી મોટાભાગના લોકો છે જે એક સાથે વધારે ઇન્કમ સોર્સ નો સહારો લેતા હોય છે, કોઈ લોકો ઓફલાઇન જ બે-ચાર કામ એકી સાથે કરતા હોય છે પરંતુ મિત્રો આજે આપણે જેની વાત કરવાની છે તે ઓનલાઇન પૈસા કઈ રીતે કમાવા તેની ઉપર છે, તો આર્ટિકલ જરૂર થી એક વાર સંપૂર્ણ વાંચજો.


મિત્રો ક્યારેક ને ક્યારેક તમારા મન મા એક સવાલ તો જરૂર થી આવ્યો હશે કે ઓનલાઇન પૈસા કઈ રીતે કમાઈ શકીએ How To Make Money Online, એ પણ કોઈ પણ પ્રકારની ઈનવેસ્ટમેન્ટ વગર Without Investment, તો મિત્રો આજે આપણે 5 રીત જોઈશું જેના દ્વારા તમે ઘરે બેઠા-બેઠા પૈસા કમાઈ શકો, જે રીત અહીંયાં બતાવવામાં આવી છે તેના દ્વારા મોટાભાગના લોકો હજાર થી લઈને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. 


આજનાં યુગમાં માં જે રીત ટેક્નોલોજી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે તેનાથી આજકાલ જે પણ કામ હોય તેને ઓનલાઇન કરવામાં આવી રહ્યું છે જેમ કે, શોપિંગ, મોબાઇલ રિચાર્જ, હોટલ અને ફ્લાઇટ ટિકિટ બુકિંગ, ફૂડ ઓર્ડર વગેરે. જે રીતે ટેક્નોલોજી માં પગ પેસારો વધી રહ્યો છે અને તેમાં તમે જો સાચો-સચોટ રસ્તો પકડી લો તો તમે ઓનલાઇન પૈસા આરામ થી કમાઈ શકો છો અને એ પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ વગર, મિત્રો આજકાલ દરેક વ્યક્તિ ઓનલાઇન પૈસા કમાવા માંગે છે અને લોકો કમાઈ પણ રહ્યા છે. 


મિત્રો આજે ઇન્ટરનેટ પર કેટલીય રીતો તમને મળી જશે જેના દ્વારા તમે પાર્ટ ટાઇમ કામ કરીને ઘરે બેઠા જ પૈસા કમાઈ શકો છો, પરંતુ મિત્રો જો તમને એમ લાગતું હોય કે અમે થોડા સમય માં ઘણા બધા પૈસા કમાઈ લઈશું તે પણ કોઈ પણ પ્રકારની મહેનત વગર તો મિત્રો તમે ખોટું વિચારી રહ્યા છો કેમકે કોઈ પણ કામ હોય તેના દ્વારા આપણે પૈસા કમાઈ શકીએ છીએ પરંતુ વગર મહેનતે તે શક્ય નથી.


તો મિત્રો હવે આપણે એ 5 રીત જોઈશું જેના દ્વારા તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો તે પણ કોઈ પણ પ્પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ વગર.


૧) પોતાના ફોટાઓ સેલ કરની પૈસા કમાવા (Sell Your Photos)


Make money online

મિત્રો જો તમે ઓનલાઇન પૈસા કમાવા માંગતાં હોય તો તમે આ એક રીત વાપરી શકો છો જે છે પોતાના ફોટાઓ સેલ કરીને, આમા કંઈ પોતાના ફોટાઓ સેલ કરવાની વાત નથી કરી રહ્યા જે તમે રોજબરોજ પાડો છો જેમકે, પોતાની સેલ્ફી, ક્યાંક ફરવા માટે ગયા હોય ત્યાંના ફોટાઓ, પોતાના મિત્રો અથવા પરીવાર સાથે પાડેલા ફોટા વગેરે.


અહીંયાં જે ફોટાઓ સેલ કરવાની વાત છે તે એ છે કે કેટલાય લોકો હશે જેને ફોટોગ્રાફી નો ખૂબ જ શોખ હશે તે આ કામ કરી શકે છે તેના તમે અલગ-અલગ પ્રકારના ફોટાઓ સેલ કરી શકો છો જેમકે, પ્રાણીઓ, ફળફૂલ, નાના બાળકો ના ફોટાઓ વગેરે. જો તમે સારા એવા ફોટાઓ પાડી શકો છો તો તેને તમે ઓનલાઇન સેલ કરીને પૈસા કમાઈ શકો છો.


મિત્રો ઇન્ટરનેટ પર ઘણી બધી વેબસાઇટો છે જે તમને ફોટોગ્રાફી ના પૈસા આપે છે જેમ કે, istockphoto.com, graphicsrock.com, sutterstock.com વગેરે. જો તમે આ બધી વેબસાઇટો દ્વારા પૈસા કમાવા માંગતાં હોય તો તમારે ફક્ત એક કેમેરા નું જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે અથવા તો અત્યારે જે બધા સ્માર્ટફોન આવે છે તેની કેમેરા ક્વોલિટી પણ નેક્સ્ટ લેવલ હોય છે તેના દ્વારા પણ તમે ફોટોગ્રાફી કરી શકો છો.


આ રીતે તમે ફોટોગ્રાફી કરીને અલગ-અલગ વેબસાઇટો પર તે ફોટાઓ મૂકીને પૈસા કમાઈ શકો છો અને જો તે ફોટાઓ ની ડિમાન્ડ વધારે હશે તો તમે વધારે ઇન્કમ જનરેટ કરી શકો છો. 


૨) ઇ-બુક બનાવી પૈસા કમાવા (Make A e-Book)


Make Money Online

મિત્રો આજકાલ લોકો લાઇબ્રેરીમાં જઈને બુક વાંચવાનું વધારે પસંદ નથી કરતા કેમકે તે સમય ખર્ચાળ હોય છે અને જે તે બુક તમારે જોઈએ છે એ કદાચ તે સમયે લાઇબ્રેરીમાં ઉપલબ્ધ ના પણ હોય તેવું બનતું હોય છે.


થોડાક વર્ષો માં ઓનલાઇન બુક વાંચવાનો ક્રેઝ ઘણો બધો વધી ગયો છે અને લોકો પોતાના મોબાઇલ, ટેબલેટ અથવા તો કમ્પ્યૂટર માં બુકો વાંચતાં થયાં છે અને તે ઘણું ફાયદા કારક પણ છે, કેમકે તમે ગમે ત્યારે ગમે ત્યાં બુક વાંચી શકો છો અને તે પણ ઘણી ઓછી કિંમતે તમને મળી રહે છે.


મિત્રો હવે જોઈએ કે આ ઇ-બુક છે શું? તો ઇ-બુક નો અર્થ એ થાય કે એક પ્રકારની ઇલેક્ટ્રોનિક બુક જેને તમે વગર અડ્યે સરળતાથી વાંચી શકો છો. જો તમને લખવાનો ખૂબ જ શોખ હોય અને તમે સરળતાથી એક નોવેલ લખી શકો તો તમે આ ઇ-બુક પબ્લિસ કરી શકો છો એ પણ કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ વગર.


આ પ્રકારની ઇ-બુક બનાવવા માટે તમારે શૂન્ય રૂપિયાની જરૂર પડે છે મતલબ કે કંઈ પણ નહીં, કેટલાય લોકો દુનિયા માં છે જે પોતાની ઇ-બુક એમએસ વર્ડ અથવા તો પીડીએફ માં બનાવે છે અને તેને પછી ઇલેક્ટ્રોનિક રીતે છાપવામાં આવે છે જેને આપણે ઇ-બુક તરીકે ઓળખીએ છીએ. 


મિત્રો આજકાલ જે મોટા મોટા લેખકો છે તે પણ પોતાની ઇ-બુકો બનાવે છે અને તેને પબ્લિસ કરે છે, સૌથી પહેલા તો તે લેખકો પોતાની ઇ-બુક ના અમુક ચેપ્ટર ફ્રી માં પબ્લિસ કરે છે અને પછીના ચેપ્ટરો તે કિંમત નક્કી કરી વેચે છે જેનાથી ઘણો જ ફાયદો થાય છે. તેનાથી તે ઇ-બુક ના રિવ્યૂ સારા આવે છે જો તમે પેલી ફ્રી બુક માં વેલ્યુ આપી હશે તો તે ઘણી જ ફેમસ થશે અને તેનાથી તમે ઘણા જ પૈસા કમાઈ શકશો.


આ પ્રકારની ઇ-બુકો ને તમે Amazon, Instamojo, YouTube Audience, Website Audience વગેરે ને તમે સેલ કરી શકો છો અને સારા એવા પ્રમાણમાં પૈસા કમાઈ શકો છો. ૩) બ્લોગિંગ કરીને પૈસા કમાવા (Make Your Own Blog)


Make money online at home

મિત્રો બ્લોગિંગ એ કંઈ કોઈ અલગ વસ્તુ નથી તે એક વેબસાઇટ નો જ ભાગ છે પરંતુ તમે બ્લોગ મા રોજબરોજ પોસ્ટો મૂકી શકો છો પણ વેબસાઇટ માં તમે રોજેરોજ ફેરબદલ ન કરી શકો અથવા તો પોસ્ટ ન મૂકી શકો, તે ફક્ત બિઝનેસ માટે અથવા તો કોઈ પ્રોફેશનલ કામ માટે જ તમે વેબસાઇટ નો ઉપયોગ કરી શકો છો.


બ્લોગિંગ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારે ફિલ્ડ ને રિલેટેડ લોકો ને જ્ઞાન શેર કરી શકો છો અને તેના દ્વારા તમે પૈસા પણ કમાઈ શકો છો, આ પ્લેટફોર્મ પર તમે Adsense, Sponsorships, Affiliate Marketing, Own Products, Parsonal Branding દ્વારા પૈસા કમાઈ શકો છો.


બ્લોગિંગ એક એવી વસ્તુ છે જેનાથી તમારું નૉલેજ તો વધે જ છે સાથે સાથે તમારી ઓનલાઇન એક ઓળખાણ પણ બને છે જેનાથી તમને ભવિષ્યમાં ઘણો જ ફાયદો થઈ શકે છે, ઓનલાઇન એ દરમિયાન તમારા ઘણા મિત્રો બને છે જે તમને ઘણા મદદરૂપ થાય છે.


મિત્રો જો તમારે બ્લોગ બનાવવો હોય તો ઇન્ટરનેટ પર ઘણી બધી વેબસાઇટો ઉપલબ્ધ છે જેના દ્વારા તમે બ્લોગિંગ આરામ થી કરી શકો છો જેમકે, Blogger, WordPress, Wix વગેરે. મિત્રો જો તમારે બ્લોગ બનાવવો હોય તો તમારી પાસે એક ડોમેઇન અને હોસ્ટિંગ હોવું જોઈએ. જો તમારી પાસે શરુઆત માં ડોમેઇન અને હોસ્ટિંગ લેવાનું બજેટ ન હોય તો તમે Blogger.com ઉપર ફ્રી બ્લોગ બનાવી શકો છો અને પૈસા પણ કમાઈ શકો છો. 


૪) ફાઈવર જોઇન કરી પૈસા કમાવા (Make Money On Fiver)


How to make money at home without investment

મિત્રો જો તમારે આજનાં જમાનામાં ઘરે બેઠા પૈસા કમાવા હોય તો ફાઈવર થી બેસ્ટ બીજું કોઈ નહીં કેમકે આ સૌથી ફેમસ રીત છે જેના દ્વારા તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો તે પણ કોઈ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ વગર, જો તમારી પાસે કોઈ પણ પ્રકારની કુશળતા અથવા તો નૉલેજ છે તો તમે આ રીતે સારા એવા પૈસા કમાઈ શકો છો.


તમને ફાઈવર ઉપર દરેક પ્રકારના કામ મળી જાય છે જેમ કે, મોટી અથવા તો કોઈ સ્ટાર્ટઅપ કંપનીઓ માટે લોગો બનાવવા, પેઇન્ટિંગ, લેખન, ગ્રાફિક ડિઝાઇન વગેરે, અહીંયાં વધારે પણ કામ કરી શકો છો એ તો તમે જ્યારે ફાઈવર પર લૉગિંગ થશો ત્યાં તમને જોવા મળી જશે.


અહીંયાં તમે જ્યારે તમને આપવામાં આવેલું કામ પુરુ કરી સબમિટ કરો છો પછી તમને તમારા બેંક એકાઉન્ટ મા પૈસા ટ્રાન્સ્ફર કરી આપવામાં આવે છે, મિત્રો આજકાલ આ રીતે પૈસા કમાવા ખૂબ જ સરળ પડે છે પરંતુ અહીંયાં પણ વગર મહેનતે કઈ મળતું નથી એટલે ગમે તે કામ હોય તમારે મહેનત તો કરવી જ પડશે.


૫) અફિલેટ માર્કેટિંગ કરી પૈસા કમાવા (Make Money From Affiliate Marketing)


Make money online at home without investment

મિત્રો અફિલેટ માર્કેટિંગ કરવા માટે તમે બ્લોગ અથવા તો તમારી વેબસાઇટ બનાવી તેમાં પ્રોડક્ટ મૂકી સેલ કરી શકો છો અને પૈસા કમાઈ શકો છો, તેના માટે તમારે અલગ-અલગ પ્રોડક્ટ ને પ્રમોટ કરવા પડશે.


આ અફિલેટ માર્કેટિંગ કરવા માટે તમે તમારા બ્લોગ અથવા વેબસાઇટ પર અફિલેટ લિંક અથવા તો ફોટો મૂકી જેતે પ્રોડક્ટ મૂકી સેલ કરી શકો છો, જો કોઈ વ્યક્તિ તમે આપેલી લિંક ઉપર ક્લિક કરી તે પ્રોડક્ટ ખરીદે તો તમને તેનું કમિશન મળી જાય છે.


મિત્રો આમા જો ઇન્વેસ્ટમેન્ટ ની વાત કરીએ તો ના ને બરાબર ઇન્વેસ્ટમેન્ટ જોઈએ કેમકે જે તમારો બ્લોગ અથવા વેબસાઇટ હોય તેના પર જો સારું ટ્રાફિક આવતું હોય તો તેના પર તમે અફિલેટ માર્કેટિંગ કરી શકો છો. અફિલેટ માર્કેટિંગ કરવા માટે મોટી મોટી વેબસાઇટો છે તેના દ્વારા તમે પૈસા કમાઈ શકો છો જેમકે, Amazon Affiliate Programme, Flipkart Affiliate Programme, Commission Junction, ShareSaale, Linkshare આ બધી વેબસાઇટો પરથી તમે અફિલેટ લિંક લઈ અને તતમારી વેબસાઇટ પર મૂકીને સેલ કરી પૈસા કમાઈ શકો છો.


Conclusion: 

મિત્રો મને આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે, અને જો તમને કંઈ પણ આ પોસ્ટ દ્વારા શિખવા મળ્યું હોય તો જરૂર થી તમારા મિત્રો સાથે શેર કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ